અમદાવાદમાં સહિત રાજયમાં કોરોનાના નવા 31 કેસો નોંધાયા
અમદાવાદમાં વીસ સહિત રાજયમાં કોરોનાના નવા કુલ 31 કેસો નોંધાયા હતા.જેમા કોરોનાથી એકપણ દર્દીનું મોત થયુ નથી.જ્યારે 21 દર્દીઓ કોરોનામુકત થયા હતા હતા.આમ રાજયમાં અમદાવાદ મ્યુનિ.હદમાં કોરોનાના નવા 19 અને જિલ્લામાં એક કેસ નોંધાયો હતો.જ્યારે વડોદરા કોર્પોરેશનમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા હતા.જામનગર કોર્પોરેશનમાં નવો એક કેસ જયારે સુરત કોર્પોરેશનમાં એક તથા નવસારીમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો.આમ રાજયમાં વર્તમાનમા કુલ 183 એકટિવ કેસો છે.જ્યારે 182 દર્દીઓ સ્ટેબલ જયારે એક દર્દી વેન્ટિલેટર ઉપર છે.આમ અત્યારસુધીમાં રાજયમાં કુલ 12,13,467 દર્દીઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યુ છે.જ્યારે 10,944 દર્દીઓના મોત થવા પામ્યા છે.જ્યારે 10,82,86,509 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.