અમદાવાદ સહિત રાજ્યના 87 રેલવે સ્ટેશન વિકસિત કરવામાં આવશે

ગુજરાત
ગુજરાત

વર્તમાનમાં નાણામંત્રીએ સંસદમાં બજેટ રજુ કર્યું ત્યારે વર્ષ 2023-24માં ગુજરાતમાં રેલવેના વિકાસ માટે પ્રથમવાર રૂ.8332 કરોડ ફાળવવામાં આવ્યા છે.ત્યારે આ રકમ વર્ષ 2009થી 2014 દરમિયાન ફાળવાયેલ સરેરાશ રકમ રૂ.589 કરોડથી 14 ગણી વધુ છે,જે એક રેકોર્ડ છે.તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને શક્તિપીઠ અંબાજીને રેલવે સાથે કનેક્ટિવિટી આપવા સરકાર દ્વારા મંજૂર થયેલ મહેસાણા-અંબાજી રેલવેલાઈનની કામગીરી પણ ઝડપતી આગળ વધી રહી છે તેમ રેલવે મંત્રીએ જણાવ્યું હતું.આમ વર્તમાનમા આ રૂટ પર ડિઝાઈનની કામગીરી ચાલી રહી છે,જેમાં ટ્રેક,રૂટ પર આવતા બ્રિજ,ટનલ,ક્રોસિંગ સહિત અન્ય સ્ટ્રક્ચરની ડિઝાઈનની કામગીરી ચાલી રહી છે જે મંજૂર થયા બાદ ટેન્ડર સહિતની કામગીરી શરૂ કરાશે.આમ દેશમાં પ્રથમવાર મેટ્રો ટ્રેનની જેમ મોટા શહેરોને નાના શહેરો સાથે જોડતા 80થી 100 કિલોમીટરના નાના રૂટ પર વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.આ પ્રોજેક્ટ હેઠળ વંદેભારત ટ્રેનના કોચ જેવા પરંતુ મેટ્રો ટ્રેનના કોચની ડિઝાઈન મુજબ વંદે મેટ્રોના કોચ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે વર્ષના અંત સુધીમાં ત્રણથી પાંચ કોચની વંદે મેટ્રો ટ્રેન તૈયાર કરી તેનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે જે સફળ રહ્યા બાદ તેને તબક્કાવાર દેશભરમાં વંદે મેટ્રો ટ્રેનો શરૂ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.