અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઑ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ત્યારે આજથી અમદાવાદ,દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આમ રાજ્યમાં અત્યારસુધી ચોમાસાની સિઝનનો 75 ટકા વરસાદ નોંધાયો છે.જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ ઉપલેટામાં 4 ઈંચ વરસાદ,ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.આ સિવાય કઠલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો છે,જ્યારે સંતરામપુર,કડાણા પોણો ઈંચ વરસાદ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.જેમા હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.કચ્છમાં આગામી 2 દિવસ અતિભારે વરસાદ થવાની સંભાવના છે.આ સાથે સૌરાષ્ટ્ર,બનાસકાંઠા,સાબરકાંઠા,વલસાડ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સાથે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.