અમદાવાદમાં ટી.એસ.સિંહ દેવ અને મિલિંદ દેવરાની બેઠક યોજાશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ચારેક મહિનાનો સમય બાકી રહ્યો છે.ત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસો વધી રહ્યાં છે.ત્યારે અમદાવાદમાં ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ તેમજ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાની હાજરીમાં એક બેઠક મળવાની છે.જેમાં આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 125ના લક્ષ્યાંકને પાર પાડવા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીલક્ષી બેઠક મળવાની છે.જે બેઠકમાં ભાગ લેવા છત્તીસગઢ સરકારના પ્રધાન અને ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરા ખાસ ઉપસ્થિત રહેશે.આમ આજની બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે કામગીરીની સમીક્ષા સાથે સંકલન મામલે ચર્ચા થશે. ગુજરાત પહોંચેલા ટી.એસ.સિંહદેવે મીડિયા સાથે વાત કરતા કરતા કહ્યુ હતું કે પીએમ અને કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતના હોવા છતાં હ્યુમન ડેવલપ ઇન્ડેક્સમાં ગુજરાત 20માં ક્રમે હોવું ગંભીર બાબત છે.આજે મળનારી કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી રઘુ શર્મા,વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહેશે.આ સાથે લોકસભા બેઠક દીઠ AICC ઓબ્ઝર્વર અને સ્થાનિક કક્ષાએ PCCના બે નિરીક્ષકો હાજર રહેશે.આમ ગુજરાતના સિનિયર નેતાઓ જેમને 26 લોકસભાના નિરીક્ષકો તરીકે જવાબદારી સોંપાઈ છે તેઓ પણ હાજરી આપશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.