
આગામી 2 વર્ષમાં ગુજરાતને પેપરલેસ બનાવવામાં આવશે
ગુજરાતની તમામ કચેરીઓને ઈ-ગવર્નન્સ પોર્ટલ સાથે જોડી સમગ્ર રાજયની કચેરીઓને વર્ષ 2025 સુધીમાં પેપરલેસ બનાવી દેવામાં આવશે.ગુજરાત સરકારે દેશમાં પ્રથમ સંપૂર્ણ ડિજીટલ રાજય બનાવવાનો લક્ષ્યાંક નકકી કર્યો છે.ત્યારે રાજયમાં વર્તમાનમાં ફેઝ-2 પ્રોજેકટ અંતર્ગત 35000 કી.મીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલો પાથરવામાં આવ્યા છે.આ સિવાય રાજ્યમાં 99.89 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કેબલ દ્વારા કનેકટીવીટી આપવામાં આવી છે.રાજય વિધાનસભા ગૃહમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનુ રૂા.2193 કરોડનું બજેટ રજૂ કરાયું હતું.જે બહુમતીથી પસાર કરાયું હતું.આ સિવાય ગુજરાતમાં રાજયકક્ષાએ બીએસએલ-3 લેવલની લેબોરેટરીની સ્થાપના થશે.જે દેશમાં કોઈપણ રાજય દ્વારા સ્થાપાનારી પ્રથમ બીએસએલ 3 પ્લસ લેવલની લેબોરેટરી બનશે.આ વિભાગ હેઠળ સરકારે વિવિધ નવી નીતિઓ અમલમાં મુકી છે અને તેના આધારે સરકારે વિકાસમાં સહભાગી થવાનો નિર્ધાર કર્યો છે.જેમાં સેમીકન્ડકટર પોલીસીને અનુકુળ નીતિ તથા ઈકો સીસ્ટમ ઉભી કરીને સેમીકન્ડકટર ફેબ અને ડિસ્પ્લે ફેબ સ્થાપી મોટાપાયે રોજગારી સર્જન કરાશે.