આગામી સમયથી કોંગ્રેસ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સર્વ સમાજને સાથે રાખીને નીકળેલી ભારત જોડો યાત્રાનું સમાપન થયું છે.જેમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો.ત્યારે આ યાત્રાથી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી સમયથી હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરશે.ત્યારે દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મિટિંગ થઈ જેમાં તા.20 થી 30 ડિસેમ્બર સુધી જીલ્લા કારોબારીમાં હાથ સે હાથ જોડો યાત્રા અંગે ચર્ચા થઈ હતી.ત્યારે તા.1 થી 10 જાન્યુઆરી સુધી યાત્રાના રૂટ નક્કી કરવા મિટિંગો થઈ હતી.ત્યારબાદ આ અંગે 60 થી 70 ટકા રૂટ નક્કી થઇ ગયા છે.ત્યારે ગુજરાતમાં આગામી 1 ફેબ્રુઆરીથી હાથ સે હાથ જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવશે.જેમાં સૌપ્રથમ 71 નગરપાલિકાની જ્યાં ચૂંટણીઓ આવી રહી છે ત્યાંથી શરૂઆત કરવામાં આવશે.ત્યારબાદ જિલ્લા પંચાયતની સીટ મુજબ સમગ્ર ગુજરાતમાં આ યાત્રા ઘરે ઘરે ફરશે. જેમાં ગુજરાતમાં આગામી ૩ અને 4 ફેબ્રુઆરીએ ગાંધીનગર 4 અને 5 ફેબ્રુઆરીએ ભિલોડા,6 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધીમાં 17 તાલુકામાં યાત્રા પૂરી કરવામા આવશે.આમ કોંગ્રેસ પાર્ટી ભારત જોડો ઝુંબેશને વ્યાપક બનાવવા માટે 26 જાન્યુઆરી થી 26 માર્ચ સુધી દેશભરમાં જનસંવાદ કાર્યક્રમ હાથ સે હાથ જોડો અભિયાન ચલાવશે.જેનું નેતૃત્વ બ્લોક કોંગ્રેસ સમિતિ કરશે.જેના અભિયાન હેઠળ 6 લાખ ગામો,2.50 લાખ ગ્રામ પંચાયતો અને 10 લાખ મતદાનમથકો પર પહોંચીને રાહુલ ગાંધીનો સંદેશ અને મોદી સરકારની નિષ્ફળતાઓની ચાર્જશીટ દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.