આગામી સમયમાં રાજ્યમાં આચાર્યની ભરતી થશે
ગાંધીનગરમાં આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી હતી.જેમાં રાજ્યની શાળાઓના આચાર્યોની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા આચાર્યની ભરતી જાહેર કરવામાં આવી છે.જેમા રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની અંદાજીત 1900 જેટલી જગ્યાઓ ભરવાની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ટુંક સમયમાં રાજયની ગ્રાન્ટેડ શાળાઓને આચાર્યો મળી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત સંબંધિત કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.ત્યારે આ ભરતીમાં એચ.એમ.એ.ટી પાસ થયેલા ઉમેદવારો જ અરજી કરી શકશે.આ ભરતી માટે ઉમેદવારોઓએ આગામી 22મી મે થી 26મી જૂન સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.આમ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્તમાનમાં 3 હજારથી વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી છે.