વિધાનસભા ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ થયું,આગામી 26મીએ ચૂંટણી પંચની ટીમ આવશે

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંભવિતપણે નવેમ્બરમાં યોજાવાની છે તેનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ હોય તેમ ચૂંટણી પંચની ટીમ આવતા સપ્તાહમાં ફરી રાજયની મુલાકાતે આવશે. બે દિવસના આ પ્રવાસ દરમ્યાન રાજકીય પક્ષો સાથે બેઠક કરવા ઉપરાંત વધુ એકવાર જીલ્લા કલેકટરો સાથે મીટીંગ કરશે.ગુજરાત વિધાનસભા ચૂંટણીનું જાહેરનામુ ઓકટોબરમાં દશેરા બાદ જાહેર થવાની અટકળો વ્યક્ત કરાઇ રહી છે.ત્યારે ચૂંટણીના સમયપત્રકનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે.ત્યારે ગત સપ્તાહમાં ચૂંટણીપંચની ટીમ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી હતી.જેમાં વહીવટી અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી.આમ ચૂંટણીપંચ આગામી 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાત આવશે.ત્યારે ગાંધીનગરમાં શ્રેણીબદ્ધ બેઠકો બોલાવવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.