રાજયમાં મેરેજ સર્ટીફીકેટ ઓનલાઈન મળશે

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં આગામી સમયથી લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ ઘરેબેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે.આ અંગે ગાંધીનગરના લગ્નોના રજીસ્ટ્રાર જનરલ નોંધણી નિરીક્ષક દ્વારા જણાવાયું છે.આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજીયાતપણે બંધ કરવામાં આવી છે.રાજય સરકારના આ નિર્ણયથી નાગરિકોને સંબંધીત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેરબેઠા ઓનલાઈન ઈ-પેમેન્ટ કરીને રાજય સરકારની મહેસુલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા garvibeta.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકાશે.જે ઓનલાઈન અરજી માટે http://stampsregistration gujarat.gov.in વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે.આમ ગુજરાતમાં ધી ઈન્ડિયન ક્રિશ્ર્ચિયન મેરેજ એકટ 1872 હેઠળ નોંધણી થયેલા અસલ લગ્ન સર્ટિફીકેટ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે.આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટિફીકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી,ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું.ત્યારે આ નિર્ણયથી નાગરિકોના સમય અને રૂપિયા બંનેની બચત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.