આયુર્વેદિક દવા માટે કોડિંગની સિસ્ટમ વિકસાવવામાં આવશે

ગુજરાત
ગુજરાત

આયુર્વેદિક દવાઓની નિકાસ વધારવા માટે ભારત સરકારનો આયુષ વિભાગ આયુર્વેદિક દવાઓના વર્ગીકરણ માટે હાર્મોનાઈઝ સિસ્ટમ કોડ વિકસાવશે.જેમાં કસ્ટમ્સ ટેરિફ એક્ટ 1975ની જોગવાઈ હેઠળ ઇન્ડિયન મેડિસિન સિસ્ટમ હેઠળના આયુર્વેદિક પ્રોડક્ટ્સ માટે કોડ વિકસાવશે.ઇન્ટરનેશનલ એચએસએન કોડ સાથે સુસંગત રહે તેવા એચએસએન કોડ વિકસાવાશે.કેન્દ્ર સરકારના આયુષ વિભાગે ફાર્માક્સિલ અને કેમેક્સિલની લાઈન પર 20મી એપ્રિલ 2022થી આયુષેક્સિલ લોન્ચ કરી દીધું છે.આયુષેક્સિલ આયુર્વેદિક દવાઓના નિકાસ પર ફોકસ કરશે.કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના સહયોગમાં નિકાસ વધારવાની કામગીરી કરશે.જેના માટે એક ટાસ્કફોર્સની રચના કરી દેવામાં આવી છે.જે ટાસ્કફોર્સ ક્વોલિટી કંટ્રોલની કામગરી પણ કરશે.આ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ સાથે ચર્ચાવિચારણા ચાલુ કરી દેવામાં આવી છે.આયુર્વેદના મોટાભાગના ઉત્પાદનો જડીબુટ્ટીઓમાંથી તૈયાર થાય છે. ઔષધિય ગુણ ધરાવતા છોડવાઓમાંથી બને છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.