મોરબી બાદ હવે જૂનાગઢમાંથી ઝડપાયું નકલી ટોલનાકું
ગુજરાતમા નકલીની બોલબાલા છે. ગુજરાતમાંથી સતત નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી નોટ, નકલી ઓફીસ અને નકલી ટોલનાકાનો પર્દાફાશ થયો છે. ત્યારે જૂનાગઢમાં નકલી ટોલનાકું ઝડપાયું છે. મોરબી બાદ હવે જૂનાગઢમાંથી નકલી ટોલનાકું ઝડપાયું છે.
જૂનાગઢના વંથલી નજીક ગાદોઇ ટોલનાકાના મેનેજરે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે કેટલાક અસામાજીક તત્વો ટોલનાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદે ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે. આ બાબતે આગાઉ પણ ટોલનાકાના મેનેજર દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર ટોલનાકાથી 500 મીટર દૂર કેટલાક અસામાજિક તત્વો વાહનોને આડા રાખી ટ્રાફિક ડાયવર્ટ કરી ને વાહનચાલકો પાસેથી પૈસા વસૂલ કરતા હતા.ટોલબુથને દરરોજના બેથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાનનો પણ દાવો કરવામાં આવ્યો છે.
RAKHEWALની એપ ડાઉનલોડ કરવા માટે આ લીંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.app.rakheval