દિવાળી બાદ ધો.1થી 5ની શાળાઓ અનલોક થઈ શકે, સરકાર દ્વારા તૈયારી શરૂ કરાઇ

ગુજરાત
ગુજરાત 75

કોરોનાને કારણે બંધ થઈ ગયેલું શિક્ષણકાર્ય ધીમેધીમે શરૂ થઈ રહ્યું છે. અત્યારસુધીનું તમામ શિક્ષણ ઓફલાઈન શરૂ થઈ ગયા બાદ દિવાળીના તહેવારો પછી ધો.1 થી 5ના વર્ગો પણ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંગે સરકાર દ્વારા ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવા માટે અધિકારીઓની એક ટીમ બનાવી છે. જે ટીમ તમામ પાસાઓ ચકાસ્યા બાદ એક રિપોર્ટ રજૂ કરશે અને તેના આધારે વર્ગો શરૂ કરવા કે નહીં તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. બીજીબાજુ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગેનો સંકેત આપી દીધો છે કે દિવાળી બાદ ધો.1 થી 5ના વર્ગો શરૂ થઈ શકે છે. પરંતુ તેના માટે અધિકારીઓ રિપોર્ટ આપે તેની રાહ જોવાઈ રહી છે. આમ પોતાના બાળકને શાળાએ મોકલવા માટે વાલીઓએ તૈયાર થઈ જવું પડશે. છેલ્લા દોઢ કે બે વર્ષથી ધો.1 થી 5ના વર્ગો કોરોનાને કારણે બંધ કરાયા છે અને બાળકોને ઓફલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. પરંતુ કેસ ઘટવા લાગતાં આ વર્ગોને ફરી શરૂ કરવામાં આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.