
ધો.12 પછી વિદ્યાર્થીઓ કાયદા સંલગ્ન કોર્ષમા અભ્યાસ કરી શકશે
જે વિદ્યાર્થીઓને કાયદા અંગે અભ્યાસ કરવો હોય તે ધો.12 બાદ પાંચ વર્ષનો અભ્યાસ કરી શકશે.5 વર્ષના ઈન્ટીગ્રેટેડ લો માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.જેમા ધો.12 પછી તેમાં કોમર્સ,સાયન્સ અને આર્ટસના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા હકદાર બને છે.ગુજરાત યુનિવર્સિટીમાં પાંચ વર્ષના અભ્યાસક્રમમાં બીકોમ એલએલબી ઓનર્સ,બીબીએ એલએલબી અને બીકોમ એલએલબી તેમ ત્રણ પ્રકારના અભ્યાસ ક્રમ ઓફર કરે છે ત્યારે એવું જરૂરી નથી કે બીકોમ એલએલબી હોય તો સાયન્સ અને આર્ટ્સના વિદ્યાર્થી પ્રવેશ લઈ શકતા નથી.કોઈપણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પોતાની પસંદગી મુજબ પ્રવેશ મેળવી શકે છે.