આગામી 6 મેથી વડોદરા-હરિદ્વાર વચ્ચે સમર વીકલી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

ગુજરાત
ગુજરાત

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા-હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.જે ટ્રેન વડોદરાથી આગામી 6 મે થી 24 જૂન 2023 સુધી હરિદ્વારથી દર રવિવારે 7 મેથી 25 જૂન 2023 સુધી 8 ટ્રીપમાં દોડાવવામાં આવશે.જે ટ્રેન નંબર 09129 વડોદરા-હરિદ્વાર સ્પેશિયલ 6 મે થી 24 જૂન 2023 સુધી દર શનિવારે 19:00 કલાકે વડોદરાથી ઉપડશે અને દર રવિવારે 14:30 કલાકે હરિદ્વાર પહોંચશે.જ્યારે આ ટ્રેન વળતી દિશામા ટ્રેન નંબર 09130 હરિદ્વાર-વડોદરા સ્પેશિયલ 7 મે થી 25મી જૂન 2023 સુધી દર રવિવારે 17:20 કલાકે હરિદ્વારથી ઉપડશે અને દર સોમવારે 11:25 કલાકે વડોદરા ખાતે પહોંચશે.જે ટ્રેન રૂટમા ગોધરા,દાહોદ,રતલામ,કોટા,ગંગાપુર સિટી,મથુરા જંક્શન,હઝરત નિઝામુદ્દીન,ગાઝિયાબાદ,મેરઠ સિટી,મુઝફ્ફરનગર,તાપરી અને રૂરકી સ્ટેશનો પર ઉભી રહેશે. આ સિવાય આ ટ્રેનમાં ફર્સ્ટ એસી,સેકન્ડ એસી,થર્ડ એસી,સ્લીપર તેમજ જનરલ ક્લાસ કોચ હશે.આ ટ્રેન માટે પેસેન્જર રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.