સુરતમાં પોઝિટિવ કેસનો આંક 26,332 પર પહોંચ્યો, મૃત્યુઆંક 895 અને કુલ 22,852 રિકવર થયા

ગુજરાત
ગુજરાત

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 26,332 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 895 થયો છે. ગત રોજ શહેરમાંથી 177 અને જિલ્લામાંથી 107 દર્દીઓ સહિત શહેર જિલ્લામાંથી 284 કોરોના પોઝિટિવ દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 22,852 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

સુરત સિટીમાં કુલ 19726 પોઝિટિવ કેસમાં 658ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 6506 કેસ પૈકી 237ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 26,332 કેસમાં 895ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 17,573 દર્દી રિકવર થયા છે. જયારે જિલ્લામાં કુલ 5279 રિકવર થયા છે.

સિવિલ હોસ્પિટલમાં 128 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 84 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 7 વેન્ટિલેટર, 21 બાઈપેપ અને 56 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 55 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, તે પૈકી 48 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર,18 બાઈપેપ અને 26 દર્દીઓ ઓક્સિજન પર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.