
રાજકોટના સમઢીયાળામાં ફટાકડા ફોડવાની સદંતર ના
રાજકોટ, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે નાના બાળકોએ અત્યારથી ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું છે પણ રાજકોટ જિલ્લાનું એક એવું ગામ છે કે, જ્યાં જો તમે દિવાળી પહેલા ફટાકડા ફોડયા તો તમારે ૧૦ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ગામનું નામ રાજ સમઢીયાળા છે, જ્યાં વર્ષ ૨૦૧૦થી વર્ષ ૨૦૨૦ દરમિયાન એટલે કે, ૧૦ વર્ષ સુધી એક પણ ફટાકડો ફૂટયો ન હતો પણ બાળકોના માતા-પિતાના આગ્રહથી માત્ર દિવાળીના પર્વ પર માત્ર ૪ દિવસ ફટાકડા ફોડવાની છુટ આપવામાં આવી છે. રાજ સમઢિયાળા ગામના સ્થાનિકે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં એવો નિર્ણય કરવામાં આવ્યો કે, ફટાકડા નહીં ફોડવાના. કારણ કે, ફટાકડા ફોડવાની પર્યાવરણને નુકસાન થાય છે. આ સાથે જ ખેડૂતોની નીણ આજુબાજુમાં પડેલો માલ પણ ખરાબ થાય છે.
એમાં પણ જો ફટાકડા ફૂટીને કોઈ માલસામાન પર પડે તો આગ લાગવાના બનાવ બને છે અને ખેડૂતોને નુકસાન થાય છે, જેથી ગામની મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ફટાકડા ન ફોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેથી આ ગામમાં ૧૦ વર્ષથી ફટાકડા ફોડવામાં આવ્યા ન હતા. અત્યારે આપણે દિલ્હીની સ્થિતિ જોઈએ તો દિવાળી પર સૌથી વધુ પ્રદુષણ ત્યાં ફેલાય છે, જે વસ્તુ સારી નથી.જેથી છેલ્લા ૧૦ વર્ષથી આ ગામમાં એક પણ ફટાકડા ફૂટયા નથી પણ હવે છેલ્લા ૨ વર્ષથી ફટાકડા ફોડવાનું ચાલુ કરવામાં આવ્યું છે. છેલ્લા ૨ વર્ષથી આ ગામમાં ફટાકડા ફોડવામાં આવે છે જેનું કારણ એ છે કે, આજની પેઢી નોકરી કરતી હોય અને તેઓ શહેરોમાં રહેતા હોય ત્યારે છોકરાઓ હવે એવું કહે છે કે, દિવાળી કરવા માટે રાજ સમઢીયાળા નથી જવું કારણ કે અહિંયા ફટાકડા ફોડવાની મનાઈ છે એટલા માટે આ બાળકોના માતા-પિતાએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી કે, ફટાકડા ન ફોડવાના નિર્ણયમાં ફેરફાર કરવાની જરૂરત છે. ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે, દિવાળીના તહેવાર પર જમીન પર ફૂટતા ફટાકડા ફોડવામાં આવશે.ધનતેરસના દિવસથી બેસતા વર્ષ સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામા આવી છે.
આ સિવાય જો કોઈ ફટાકડા ફોડે તો તેને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી એક પણ ફટાકડો ફોડવામાં આવ્યો નથી. આ ગામમાં એક પણ જાતનું પ્રદુષણ થતું નથી. આ ગામમાં પ્રદૂષણ ન હોવાથી આ ગામને ઈકોફ્રેન્ડલી ગામ પણ કહેવામાં આવે છે. માત્ર લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગામનું વાતાવરણ સારી રીતે જળવાયેલું રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.