અરવલ્લી મોડાસા નજીક મરડીયા પાસે ટ્રક ની ટક્કરે યુવક નું ઘટના સ્થળે મોત

અરવલ્લી
અરવલ્લી

રાજ્ય ભરમા અકસ્માતો ની ઘટનાઓ વધી રહી છે તેમજ હિટ એન્ડ રન અકસ્માતો પણ નોંધ પાત્ર વધારો જોવા મળિયો છે
ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી હાઇવે જાણે ગોઝારો બનિયો હોય તેમ એક પછી એક અકસ્માતો મા નોંધ પાત્ર વધારો જોવા મળી રહીયો છે.

ત્યારે મરડીયા નજીક સુરપુર ગામ નો યુવક રોડ ક્રોસ કરી રહીયો હતો તે દરમિયાન પુર ઝડપે આવતી ટ્રકે યુવક ને ટક્કર મારતા યુવક નું ઘટના સ્થળે મોત નિપજતા આસપાસ ના રહીશો દોડી આવીયા હતા.
યુવક ના મોત થી ઘટના સ્થળે ગમગીન માહોલ છવાયો હતો. યુવકના મોત ને લઇ ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઇ હાઇવે પર ચક્કાજામ કરી રોષ વ્યક્ત કરિયો હતો.. તેમજ ટ્રક ચાલક ને ગાજણ ટોલ નાકા પર પકડી પાડી મોડાસા રૂલર પોલીસે આગળ ની કાર્યવાહી હાથધરી હતી.

ત્યારે બીજી તરફ સાઠબા ગાબટ રોડ પર ટેક્ટર ની ટક્કરે બાઈક ચાલક 31 વર્ષીય યુવાન મોત નિપજ્યું હતું. ટેક્ટર ચાલક ટેક્ટર મૂકી ભાગી જતા સાઠબા પોલીસે મૃતક યુવાન ને પી.એમ માટે બાયડ મોકલી અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.