ક્રિકેટના સટ્ટામાં યુવકનું અપહરણ કરી માર માર્યો

ગુજરાત
ગુજરાત

ગોંડલમાં ભોજરાજ પરામાં રહેતા યુવાનનો મિત્ર ક્રિકેટ સટ્ટામાં હારી જતાં 2 શખ્સોએ યુવાનનું અપહરણ કરી વાડીએ લઈ જઈ કોરા ચેક મા સહી કરાવી પડાવી લઈ હોકી વડે બેરહમ માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમાં થતા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં ફરિયાદ
પ્રાપ્ત વિગતો મુજબ ભોજરાજ પરામાં રહેતા અને રાજકોટ મારવાડી શેરબજારની ઓફીસમાં ડીલર તરીકે નોકરી કરતા રાજન કેતનભાઇ મોવલીયાએ મયુરસિહ ઝાલા તથા અજાણ્યા શખ્સ સામે પોતાનુ અપહરણ કરી માર મારી કોરો ચેક પડાવી લેવા અંગે પોલીસમાં ફરિયાદ કરી છે.

શું છે ફરિયાદ
ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના મિત્ર રોબીન ધીરુભાઈ માદરીયા એ મયુરસિહ ઝાલા નો ફોન નંબર માંગતા આપ્યો હતો.આ અંગે મયુરસિહ ને વાત પણ કરી હતી.દરમ્યાન રોબીને મયુરસિહ પાસે થી ક્રિકેટનું આઇડી મેળવી ક્રિકેટ સટ્ટામાં રુ.પચાસ હજાર હારી જતા બાદમાં મોબાઇલ બંધ કરી ગોંડલ બહાર જતો રહ્યો હતો. મયુરસિહે રાજન ને ફોન કરી કહેલ કે તારો મિત્ર ક્રિકેટ ના સટ્ટામાં રુ.પચાસ હજાર હારી ગયેલ છે. તે તારે આપવા પડશે.

રાજને પૈસા આપવાની ના પાડતા મયુરસિહે ગાળો આપી ધમકી આપી હતી.બાદ મા રાજન વછેરાના વાડા થી બસસ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો ત્યારે સફેદ કલર ની એન્ડોવર કારમાં ઘસી આવેલા મયુરસિહ તથા અજાણ્યા શખ્સે અપહરણ કરી લુણીવાવ વાડીએ લઈ જઈ માર માર્યા હતો. રાજન ના ખિસ્સામાં રહેલ ચેક પડાવી લઈ સહી કરાવી લીધી હતી. આમા મયુરસિહ નો કોઈ વાંક નથી ભુલ મારી છે.તેવુ બોલાવી વિડિયો શુટીંગ કર્યુ હતુ.ત્યારબાદ આખા ઘર ને મારી નાખવા ની ધમકી આપી મોડી સાંજે વછેરાના વાડા પાસે રાજન ને ઉતારી ચાલ્યા ગયા હતા.

પોલીસે તપાસ શરુ કરી
બનાવ અંગે રાજન મોવલીયા એ સીટી પોલીસમાં મયુરસિહ ઝાલા તથા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે કલમ ૩૮૪,૩૬૫,૩૨૩,૫૦૪ ૫૦૬(૨) ૧૧૪,જીપીએ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.