બાઈક પાછળ પડેલા કૂતરાંને કારણે સ્પીડમાં બાઈક ચલાવતાં નીચે પટકાઇ જતા યુવકને ઈજા થતાં મોત
રખડતા ઢોર બાદ હવે લોકો શ્વાનથી ત્રાહિમામ થયા છે.જામનગર શહેરમાં 9 માસમાં 6896 લોકોને શ્વાન કરડવાના બનાવ બન્યા છે.તો શ્વાનના કરડવાથી બચવા જતા અકસ્માતે યુવાનનું મોત થયુ છે. શહેરના પોશ વિસ્તારમાં શ્વાનના કારણે અકસ્માત થતા બાઈકચાલકનું મૃત્યુ થયુ.રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા જયદીપસિંહ રતનસિંહ રાઠોડ નામના 42 વર્ષના યુવાનનું અકસ્માતના પગલે મોત થયુ.
વાલ્કેશ્વરી વિસ્તારમાં પોતાના બાઇક પાછળ પડેલા કૂતરાંને કારણે સ્પીડમાં બાઈક ચલાવતાં નીચે પટકાઇ જતા યુવકને માથામાં ગંભીર ઈજા થતાં મૃત્યુ નીપજયુ છે. વાલકેશ્વરી નગરી રોડ પરથી બાઈકની પાછળ શ્વાન દોડ્યા હતા. જેનાથી બચવા માટે બાઈકની સ્પીડ વધારતા આ દુર્ઘટના સર્જાઈ હતી.