લાલી પંજાબી નામના વ્યાજખોરની સુરત પોલીસે ધરપકડ કરી
સુરત પોલીસ દ્વારા લાલી પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યાજખોર અનેક લોકોને વ્યાજે પૈસા આપી ઉંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતો હતો. અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈને હાજર થયો હતો.વધુ એક ગુનો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે લાલી પંજાબની ઓફિસમાંથી અનેક કોરા ચેક અને ડાયરીઓ કબજે કરી છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં નાણા ધીરધારના લાયસન્સ ધરાવીને તેનો ગેર ઉપયોગ કરી લોકો ને વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનાર માથા ભારે ધર્મેન્દ્ર ઉર્ફે લાલીની સુરત ઉધના પોલીસે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 57 કોરા ચેક મળી આવ્યા છે એટલું જ નહીં 12 ટકા થી લઈ 15 ટકા સુધી વ્યાજ વસૂલતો હતો. ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. ફરિયાદીએ આરોપી પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા જેના સામે વ્યાજ ખોરે 5.15 લાખ રૂપિયા અને કોરા ચેક લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી છે.
લાલી વિરુદ્ધ વ્યાજખોરીની અનેક ફરિયાદો: ધર્મેન્દ્ર ઉર્ફે લાલીએ જમીન-દલાલ આશિષ મુખીજા પાસેથી 12 ટકા વ્યાજ સાથે નાણાં વસૂલી ઉપરથી 15 લાખના ચેક લખાવી ધમકી આપી હતી. લાલી પર ભૂતકાળમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. લાલી વિરુદ્ધ વ્યાજખોરીની અનેક ફરિયાદો છે. આગામી દિવસોમાં વધુ ફરિયાદો દાખલ થાય એવી શક્યતા છે. આ સિવાય પોલીસ લાલી અને તેના પરિવારના નામે જેટલી મિલકતો છે એની વિગતો મેળવીને ઇન્કમટેક્સ અને ઇડીને રિપોર્ટ કરશે.