મહેસાણામાં આજે એકસાથે 29 દર્દી સાજા થતાં રજા અપાઇ, નવા 14 પોઝિટીવ

ગુજરાત
ગુજરાત 293

મહેસાણા જીલ્લામાં થોડાક રાહતના સમાચાર કહી શકાય કે, આજે એકસાથે નવા 29 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત સંક્રમણ વધતાં દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આજે જીલ્લામાં નવા 14 દર્દી ઉમેરાતાં તમામને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 14 કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારમાં 8 અને ગ્રામ્ય વિસ્તારમાં 6 મળી 14 લોકો પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 29 લોકો સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અનલોકમાં મળેલી છૂટને કારણે લગભગ દરરોજ ડબલ આંકડામાં નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આજે મહેસાણા શહેરમાં 4, વિસનગર શહેરમાં 3 અને વડનગર શહેરમાં 1 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા તાલુકાના બલોલ(OG) અને દેદીયાસણ(GIDC)માં 1-1, વિસનગર તાલુકાના કાંસા, સવાલા અને ઉમતામાં 1-1 અને વિજાપુર તાલુકાના બામણવામાં 1 મળી જીલ્લામાં નવા 14 કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.