વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં કુલ 135 ઉમેદવારે ફોર્મ ભર્યાં

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 135 ફોર્મ ભરાયાં હતાં, જેમાં 16 ઓક્ટેબરે એક જ દિવસમાં 71 ઉમેદવારે ફોર્મ ભર્યાં હતાં. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે અપક્ષોનો રાફડો ફાટ્યો હતો. 17 ઓક્ટોબરે આજે ફોર્મની ચકાસણી હાથ ધરાશે તેમજ 19 ઓક્ટોબરે ઉમેદવારો ફોર્મ પાછાં ખેંચી શકશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 16 ઓક્ટોબરે કુલ 71 ફોર્મ ભરાયાં, જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોની સાથે મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. હવે જોવાનું એ છે કે ફોર્મ ચકાસણી બાદ કેટલા ઉમેદવારો પોતાનું ફોર્મ પાછું ખેંચે છે, કારણ કે અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો બંને મુખ્ય પક્ષોના ઉમેદવારોના મત વિસ્તારમાં ગાબડું પાડી શકે છે, જેથી હવે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અપક્ષ ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાવા માટે અનેક પ્રકારની આજીજીઓ કરવી પડશે. વિધાનસભાની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે આઠ બેઠકો પર જોઈએ તો અબડાસામાં 9, લીંબડીમાં 17, મોરબીમાં-9, ધારી-4, ગઢડામાં-5, કરજણમાં 07, ડાંગ( અ.જ.જા)02 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં, એટલે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 53 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં.

ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહાપાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાયબલ પાર્ટી, ઈન્ડિયન એલાયન્સ પાર્ટી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.