સુરત મહાનગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરની સહી તેમના પતિ કરતા હોવાની ગંભીર ફરિયાદ

ગુજરાત
ગુજરાત

સુરત પાલિકામાં હાલ કેટલાક રાજકારણીઓ ગેરકાયદે બાંધકામ મુદ્દે તોડ કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઉધના ઝોનમાં હાલ એક ગેરકાયદે બાંધકામ ફરિયાદ મુદ્દે પુર્વ કોર્પોરેટર અને ભાજપના જ એક કાર્યકર વચ્ચે ચકમક ઝરી હતી. પુર્વ કોર્પોરેટર અને હાલ મહિલા કોર્પોરેટર છે તેમના પતિ સુરેશ કણસાગરાએ કાર્યકર સાથે ઉગ્ર ભાષામાં વાત કરી હતી તેનો ઓડિયો વાયરલ થયો હતો. વાયરલ આ વીડિયોમાં તમે સીધો મારી પર આરોપ મુકો છો મે અરજી કરી છે હું કોઈના બાપ થી બીતો નથી સમજી લેજો. હું સૌરાષ્ટ્રનો વતની છું મારા પર પણ રુપાલા સાહેબના હાથ છે એટલે મનમાં ફાંકો હોય તો કાઢી નાંખજો. તમારે જ્યાં મારી અરજી કરવી હોય ત્યાં છૂટ છે. તેવું કહેતા સાંભળવા મળે છે. ઓ ઓડિયો બાદ ભાજપમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ વિવાદ સમે તે પહેલા કાર્યકર સાથે ઉદ્ધત વર્તન કરનારા પુર્વ કોર્પોરેટર સુરેશ કણસાગરા સામે વધુ એક ગંભીર આક્ષેપ મુક્યો છે. સુરત પાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને ઉધના પોલીસ મથકના પીઆઇને એક અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામા આવ્યું છે કે, કોર્પોરેટર હિના કણસાગરાના પતિ સુરેશ કણસાગરા હિનાબેનની સહી પોતે ખોટી કરી રહ્યાં છે. તેની સાથે સુરેશ કણસાગરાએ કરેલી સહીની કોપી પણ રજૂ કરવામાં આવી છે. કોર્પોરેટરના વતી તેમના પતિ સહી કરે તે ગેરકાયદેસર છે અને તેના પુરાવા રુપે સહી સાથે સાથે સુરેશ કણસાગરાની ઓફિસમાં સીસીટીવી પણ કબ્જે કરવા માટેની માગણી કરી છે.

થોડા દિવસ પહેલાં જ સુરેશ કણસાગરાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી ત્યાર બાદ આ ગંભીર પ્રકારની ફરિયાદ પાલિકા-પોલીસ સાથે ભાજપના નેતાઓને પણ કરવામા આવી છે. આ મુદ્દો આગામી દિવસોમાં વધુ વિવાદમાં આવે અને તેની સાથે સાથે ભાજપના જ કેટલાક કોર્પોરેટર કે કાર્યકરો ગેરકાયદે બાંધકામમાં આક્ષેપ થઈ રહ્યાં છે તે મુદ્દો પણ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.