મોરબીના નાગડાવાસ ગામ નજીક ફોરેસ્ટ અધિકારી સાથે સ્થાનિકે રકઝક અને ઝપાઝપી કરી

ગુજરાત
ગુજરાત

સરકારની કર્મચારીઓ જ્યારે ઈમાનદારીથી તેમની ફરજ નિભાવે છે ત્યારે તેમની જાનનું જોખમ વધી જાય છે. કાંઈક આવી જ ઘટના મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામમાં જોવા મળી હતી. મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામ નજીક ફોરેસ્ટ વિભાગના મહિલા અધિકારી સોનલબેન નાનુભાઈ શીલુ સાથે બની છે.

જુના નાગડાવાસ ગામ નજીક વૃક્ષો કપાતા હોવાની ફરિયાદના પગલે મહિલા ફોરેસ્ટ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ગ્રામજનોએ બોલાચાલી કરી મહિલા અધિકારી સાથે ઝપાઝપી કરી ઈજા પહોંચાડી હતી. જેના કારણે મહિલાકર્મીને મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોરેસ્ટ વિભાગના અધિકારી સાથે થયેલ મારામારી મામલે મોરબી તાલુકા પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર ઘટના ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સમયે મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામના પાટીયા પાસે ગુજરાત ગેસના માણસો વૂક્ષો કાપે છે તેવી ફરિયાદ કરી આરોપી વસંતભાઇ રાઠોડ અને જયેશભાઇ ગગુભાઇ મિયાત્રાએ ફરિયાદ કરતા મોરબી વન વિભાગમાં વનપાલ તરીકે નોકરી કરતા સોનલબેન નાનુભાઇ શીલુ બનાવ સ્થળે ગયા હતા. જો કે, બનાવ સ્થળે કોઈ વૃક્ષ કાપવામાં ન આવ્યા હોવા છતાં આરોપીઓએ ગુજરાત ગેસના માણસોએ વૃક્ષ કાપ્યા છે તેવું લેખિતમાં આપવા દબાણ કરી ગુજરાત ગેસનુ કામ કરતા માણાસોને ગાળો આપતા સોનલબેને મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

સોનલબેન મોબાઈલમાં વિડીયો ઉતારતા આરોપી જયેશ મિયાત્રા એ મોબાઈલ પડાવવા જતા મોબાઈલ નહિ આપતા ફરિયાદી સોનલબેનને ગળાના ભાગે તથા વાસાના ભાગે ઢીકા પાટુંનો માર મારી ઈજા કરી આરોપી વસંતએ ફરિયાદી સોનલબેન ને છુટો પથ્થરનો ઘા મારી ઈજા પહોચાડી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં ફરજમાં સરકારી અધિકારીના કામમાં રુકાવટ સહિતની કલમો હેઠળ આઇપીસી કલમ 323,332,504 અને 114 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.