
ભાણીયા ગામે ખેડૂત પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જ વિસ્તારની અંદર આવેલા ભાણીયા ગામની અંદર બે વખત દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બે દિવસ પહેલા જ વધુ એક ખેડૂત પર રાત્રિના સમયે હુમલો કરવામાં આવ્યો હતો અને ખેડૂતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા વન વિભાગ ઘટનાને પહોંચી અને વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ રાજદિપસિંહ ઝાલાએ ભાણીયા વિસ્તારની મુલાકાત લીધી હતી સાથે જ જરૂરી માહિતીનો તાગ મેળવી અને સ્થાનિકરણને દીપડાને ઝડપી લેવા માટે સૂચના આપી હતી ત્યારબાદ વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા હતા અને આખરે એક દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.
વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા મારફતે ખુલ્લા વિસ્તારમાં કે ખેતરોમાં ન સુવા માટે અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત જગ્યાએ રાત્રિના સમયે આંટાફેરા ન કરવા અને સુરક્ષિત જગ્યાએ રહેવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે લોકોને દીપડો જોવા મળે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા પણ વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે તો સાથે જ દીપડાથી સાવચેત રહેવા તેમજ વન્ય પશુઓથી સાવચેત રહેવા માટે વન વિભાગ દ્વારા એક સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવ્યું છે તો સાથે જ પોસ્ટર અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.