વાપીમાં GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી, આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો

ગુજરાત
ગુજરાત

ભર ચોમાસે પણ આગના બનાવો વધી રહ્યાં છે. વાપી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી ગઈ હતી. જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો.કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થયાં હતાં.જેથી કેમિકલના ધુમાડા ઊંચે સુધી આકાશમાં ઉઠ્યાં હતાં. જેને એક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતાં. જેથી ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માની લોકોમાં ભય પ્રસર્યો હતો. જો કે, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી શરૂ કરવી દેવામાં આવી છે. સમગ્ર આગની દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

વાપી GIDCમાં આવેલી પદમ પ્લાસ્ટિકની બાજુમાં આવેલી શક્તિ બાયો નામની કેમિકલ કંપનીમાં આગ લાગી ગઈ હતી. આગની સાથે બ્લાસ્ટ પણ થયો હતો. જેથી આગ કેમિકલમાં ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ લાગતાં જ આસપાસમાં લોકોમાં ભારે ડરનો માહોલ પ્રસરી ગયો હતો. કેમિકલમાંથી કાળા ધુમાડા દૂર દૂર એક કિલોમીટર સુધી દેખાતા લોકોમાં મોટી દુર્ઘટના સર્જાયાનો ભય ફેલાયો હતો.આગ લાગ્યા અંગેની જાણ થતાં જ વાપી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી શરૂ કરી છે.

ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ એસ.એસ. પટેલે કહ્યું કે પ્રાથમિક તબક્કે જણાવવામાં આવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય શકે છે. કંપની હજુ 10 ટકા જ ચાલુ થઈ હતી.આગ બાદ કર્મચારીઓ નીકળી ગયા હતાં. આગ બાદ કેમિકલમાં બ્લાસ્ટ થવાથી આગે વિકરાળ બની હોય શકે છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. કૂલિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કોઈ જાનહાનિ સર્જાઈ નથી.આગને ઓલવવા માટે વાપી સહિત સેલવાસ અને આસપાસની ટીમોને ઘટના સ્થળે બોલાવી લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.