
અમદાવાદ-મહેસાણા હાઇવે પર કારચાલકે શ્રમિકોને અડફેટે લીધા
ગુજરાતમાં હાઈવે પર થતા અકસ્માતોની સંખ્યમા વધારો થઈ રહ્યો છે.ત્યારે અકસ્માતોમાં રાહદારીઓના મોતના આંકડા પણ વધી રહ્યાં છે.ત્યારે આજે અમદાવાદ-મહેસાણા હાઈવે પર કારે ત્રણ શ્રમિકોને અડફેટે લેતાં ત્રણેયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં.જે ત્રણેય શ્રમિકો રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં આ દરમિયાન કારની ટક્કરથી તેમનું મોત નિપજ્યું હતું.અકસ્માત બાદ રાહદારીઓના ટોળા ઉમટી પડ્યાં હતાં અને તેમણે પોલીસને આ અંગેની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જે અકસ્માત નંદાસણ હાઇવે ઉપર આવેલા બિલેશ્વરપુરા પાટિયા નજીક થયો હતો.ત્રણ રાહદારીઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. જે દરમિયાન અમદાવાદ તરફથી આવી રહેલી શિફ્ટ ગાડીએ ધડાકા ભેર ટક્કર મારી હતી.જ્યાં ત્રણેય લોકો રોડ ઉપર પછડાયા હતા અને ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.આમ ત્રણેય રાહદારીઓ જોટાણા તાલુકાના મુદરડા ગામના વતની હોવાનું બહાર આવ્યું છે.ત્યારે પોલીસ ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમઅર્થે હોસ્પિટલમા ખસેડવા તજવીજ હાથ ધરી છે.પોલીસ દ્વારા કારચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી છે.આ સિવાય દ્વારકા-પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા જ્યારે 5 ઈજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.