
બનાસકાંઠા જીલ્લામા હાર્ટ એટેકથી ૩૮ વર્ષીય યુવકનું મોત
બનાસકાંઠા જિલ્લામાં હાર્ટ એટેકને કારણે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામમાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થયું છે.અરણીવાડામાં 38 વર્ષીય યુવક ડાહ્યાભાઇ નાયીને છાતીમાં દુખાવો છતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ ડાહ્યાભાઇ નાયીનું મોત થયું હતું. હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા મોભીનું અચાનક મોત થતા ત્રણ બાળકો નોધારા બન્યા છે.