
ગેંગસ્ટરે ૨૦ વર્ષીય અંધ યુવકનું અપહરણ કર્યું
રાજકોટ, ગુજરાતમાં સતત ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં ૨૦ વર્ષીય અંધ યુવકની હત્યાનો કેસ હતો તે સોલ્વ થઈ ગયો છે. અમરેલીના હિસ્ટ્રી શીટર અને અગાઉ પણ ઘણા ગુના કરી ચૂકયા હોય તેવા ગેંગસ્ટર મુકેશે આ યુવકની હત્યા કરી હતી. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે ૩૫ વર્ષીય ગેંગસ્ટર મુકેશે ૨૦ વર્ષીય યુવકનું અપહરણ કરી ત્યારપછી તેની હત્યા કરી દીધી હતી. આ યુવક છોડા ઉદેપુર જિલ્લામાં રહેતો હતો. જોકે પોલીસે જ્યારે આ હત્યાનું કારણ પૂછયું તો સમગ્ર હકીકત સામે આવી હતી.
૨૦ વર્ષીય અંધ યુવકને મુકેશ બગસરા બસ સ્ટેશન પાસે મળ્યો હતો. અહીં મુકેશે અંધ યુવકને મદદ કરવા માટે ટકોર કરી હતી. મુકેશે ત્યારપછી યુવકને અમરેલી ડ્રોપ કરી દેશે એમ કહી પોતાની સાથે લઈ ગયો હતો. તેણે કહ્યું હું તને ITI લઈ જઉં છું જ્યાંથી તને અમરેલીની બસ મળી જશે. બંને ત્યારપછી રીક્ષામાં બેસી ત્યાં પહોંચવા માટે રવાના થઈ ગયા હતા.
મુકેશે ત્યારપછી ૨૦ વર્ષીય અંધ યુવકને તેની સાથે શારિરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. મુકેશ સતત તેને આ પ્રમાણેના સંબંધો બાંધવા દબાણ કરવા લાગ્યો હતો. આ દરમિયાન અંધ યુવકે સ્પષ્ટ ના પાડી દેતા મુકેશ ગુસ્સે થઈ ગયો હતો. તેને યુવકની હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં ત્યારપછી તેણે યુવકનો મોબાઈલ ફોન તથા કિમતી વસ્તુઓની ચોરી કરી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે બગસરા બાયપાસ રોડ પાસે ૨૦ વર્ષીય અંધ યુવકનો મૃતદેહ મળ્યો હતો. જેથી કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં તેમને આસપાસનાCCTVફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મુકેશ આ અંધ યુવકને કયાંક લઈ જતો હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારપછી પોલીસે મુકેશની ધરપકડ કરી તમામ હત્યાના કેસ પરથી પડદો ઉઠાવી દીધો હતો.