
સિહોરના વરલ ગામે વિજળી પડતા 7 બકરાં અને 1 ઘેટાનું મોત
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલગામે ઢળતી સાંજે વિજળી પડતા સીમવગડે ચરવા ગયેલ સાત બકરાં અને એક ઘેટાનુ મોત થયું હતું જયારે ગોવાળનો આબાદ બચાવ થયો છે.
ગઈ કાલે ઢળતી સાંજે જિલ્લામાં કડાકા ભડાકા સાથે શરું થયેલ તોફાની વરસાદમાં સિહોર તાલુકાના વરલગામે સીમમાં ઘેટાં બકરાં ચરાવવા ગયેલ ગોવાળે પ્રત્યક્ષ મોત નિહાળ્યું હતું જેમાં ઘટના એવી ઘટી છે કે ગાજવીજ સાથે થઈ રહેલ વરસાદમાં વિજળી પડતા સીમમાં ચરી રહેલ સાત બકરા તથા એક ઘેટું આ વિજળીની ઝપટમાં આવી જતાં આઠ અબોલ પશુઓના સ્થળપર જ મોત થયા હતા જયારે પંદર જેટલા બકરાં ઓને ઈજા પહોંચી છે આ ઘટનામાં ગોવાળ રામ ભરવાડનો આબાદ બચાવ થયો છે આ ઘટનાને પગલે ગ્રામજનો સીમમાં દોડી આવ્યા હતા અને સરપંચ તલાટી કમમંત્રી સહિતનાઓને જાણ કરી હતી.