રાજ્યમાં કોરોનાના ૬૨૦ કેસ : ૨૦ ના મોત

ગુજરાત
CORONA IN GUJARAT
ગુજરાત 57

અમદાવાદ : રાજ્યમાં સતત ચોથા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૬૦૦ને વટાવ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના ૫૯૨૪ ટેસ્ટ કરવામાં આવતા ૬૨૦ લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ સંક્રમિતનો આંકડો ૩૨૬૪૩ પર પહોંચ્યો છે. જ્યારે વધુ ૨૦ લોકોના છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના લીધે નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૮૪૮ થયો છે. રાજ્યમાં આજે ૪૨૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩૬૭૦ લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજે ૭૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યના આઠ કોર્પોરેશન અને ૨૮ જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે. રાજ્યમાં પ્રથમવાર સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો અમદાવાદ કરતા વધી જતાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની ફરી મુલાકાતે દોડી ગયા હતા. સુરતના અગ્રણી ડાક્ટરો અને અધિકારી સાથે બેઠક કરી હતી. તેમના મત મુજબ હીરા ઉદ્યોગ ફેક્ટરીમાં એસીના કારણે તેમજ કારીગરો નજીક વધુ બેઠા હોવાથી સંક્રમણ વધ્યુ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં ૯, સુરત કોર્પોરેશનમાં ૪, વડોદરા કોર્પોરેશનમાં ૨, ગાંધીનગરમાં ૨, જુનાગઢ કોર્પોરેશનમાં ૧, પાટણમાં ૧ અને નવસારીમાં ૧ સાથે કુલ ૨૦ લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં કદાચ પ્રથમવાર બે માસમાં કોવિડ-૧૯ના કેસ ૨૦૦થી ઓછો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ૧૮૨ અને ગ્રામ્યમાં ૧૫ સાથે ૨૪ કલાકમાં ૧૯૭ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.