
જામનગરના ગોકુલ વિસ્તારમાંથી 35 કિલો જેટલુ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો
રાજ્યમાં અવારનવાર ભેળસેળ યુક્ત ખાદ્યય પદાર્થો મળતા હોય છે. અત્યારે તહેવારના સમયે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જામનગરમાં પણ ફુડ એન ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.જ્યાંથી ભેળસેળ યુકત ઘી ઝડપાયુ છે.
જામનગરના ગોકુલ વિસ્તારમાંથી 35 કિલો જેટલુ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો છે.ઘી માં ભેળસેળ થવાની આશંકાએ ગોકુલ વિસ્તારમાં ફુડ એન ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાં 12250ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.
આ અગાઉ રાજકોટમાં નવરાત્રિના તહેવારો પહેલા અખાદ્ય જથ્થો ઝડપાયો હતો.આરોગ્ય વિભાગે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા રવિરાજ આઇસ્ક્રીમના ગોડાઉનમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જે દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. જેમાં 7 હજાર કિલો અખાદ્ય મલાઇનો જથ્થો મળી આવ્યો હતો.જેની કિંમત લગભગ 20 લાખ જેટલી હતી.