ભચાઉ પાસે સવારે 3.3નો ભૂકંપ : તાલાલામાં 3 કંપન
કચ્છના ભચાઉ નજીક ફરી આજે સવારે ભૂકંપનો આંચકો આવ્યો છે. તો તલાલા પંથકમાં પણ સવાર સુધીમાં ત્રણ હળવા આંચકા નોંધાયા હતા.ભચાઉ નજીકના દુધઇ ગામે આજે સવારે 9.05 કલાકે આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.3 જેવી હોય ઘણા લોકોએ તેનો અનુભવ પણ કર્યાનું જાણવા મળેલ હતું.આ પૂર્વે ગત મધરાત્રે 1.48 વાગ્યે તાલાલામાં 2.0, 3.24 વાગ્યે 1.5 અને આજે પરોઢીયે 1.8નો આંચકો નોંધાયો હતો. કચ્છના ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુબઇથી 13 કિ.મી. દુર નોંધાયું હતું.