વડોદરામાં કેનાલો ઉપર ૧૩ કિલોમિટર લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી
કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર ૧૩ કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.
સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫માં સમા કેનાલ ખાતે ૩.૬ લંબાઇમાં ૩૩૮૧૬ સોલાર પેનલ મૂકવામાં આવી છે. કેનાલથી ૨૨ મિટર ઉંચે ૧૬૦૦ ટનના મોડ્યુલિંગ સ્ટ્રક્ચર સાથે ૧૪ ઇન્વર્ટર તથા બે ટ્રાન્ફોર્મર પણ મૂકવામાં આવ્યા છે. ૧૦ મેગા વોટના આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે. આ પરિયોજના થકી અત્યાર સુધીમાં એટલે કે એક દાયકામાં ૪.૨૩ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.
આમ, સરદાર સરોવર નિગમ દ્વારા ૧૩ કિલોમિટર લાંબી કેનાલ અને તેના કાંઠા ઉપર ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે ૧૧૬૩૬૬ સોલાર પેનલ મૂકી ૨૯.૫૧ મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન કર્યું છે. આ યુનિટી સંબંધિત વીજ કંપની દ્વારા મજરે આપવામાં આવે છે. મહત્વ એ વાતનું છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પાદિત કરવામાં આવી રહી છે. છે ને આમ કે આમ, ઔર ગુટલી ઓ કે ભી દામ જેવી વાત !