રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ઇંચ કરતાં વધુ વરસાદ : પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : સાઇક્લોન સરક્્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા બે સપ્તાહથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ થયો છે. આ સિવાય લાંબા ઈંતજાર પછી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આગામી તા.૧૦, ૧૩ અને ૧૪ ઓગસ્ટ દરમિયાન અમદા વાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની સાથોસાથ પ્રતિ કલાકે ૫૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, પાંચ દિવસ સુધી રાજ્યમાં સતત વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.