સુરતમાં મોબાઈલમાં કાર્ટૂન જોતાં જોતાં 2 વર્ષનું બાળક ચોથા માળે બારીમાંથી નીચે પટકાતાં મોત

ગુજરાત
ગુજરાત 115

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં સરી પડ્યું હતું. એકનો એક પુત્ર ગત શનિવારના રોજ સાંજે માતા બાથરૂમમાં જતાં મોબાઈલમાં કાર્ટૂન જોતાં જોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. ઘટનાના હૃદય કંપાવી દેતા CCTV પણ સામે આવ્યા છે.

વસીમ અન્સારી (મૃતક માસૂમના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને વારીશ (ઉં.વ. 2) તેમનો એકનો એક પુત્ર હતો. ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારીશ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી દીકરાને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી. જ્યાંથી પરત ફરતા વારીશ બેડ પર ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી.

બારીમાંથી નજર નીચે પડતા લોકોની ભીડ જોઈ ડરના મારે પત્ની નીચે દોડી ગઈ હતી. લોકોએ કહ્યું કે એક બાળક નીચે પટકાતા તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી પત્નીના હોશ ઉડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતા હું દોડીને ઘરે આવી ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલા જ તેઓ પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારીશ એકનો એક દીકરો હતો. 55 કલાકમાં 50 હજાર ખર્ચ કર્યા બાદ પણ એને બચાવી ન શક્યા. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું. આવી ઘટના કોઈ પરિવારમાં ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.