રાજકોટમાં ૩૦ કલાકમાં ૧૮ ઇંચ

ગુજરાત
ગુજરાત 125

રાતથી મેઘરાજાએ તાંડવ શરૂ કરતા રાજકોટ જળબંબાકાર સ્થિતિ સર્જાઇ છે અને છેલ્લા ૩૦ કલાકમાં ૧૮ ઇંચ વરસાદ ખાબકી જતા સમગ્ર શહેર જાણે બાનમાં આવી ગયું હતું.ગઈકાલ સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ ધીમીધારે ચાલુ થઈ ગયો હતો. ત્યારબાદ બપોરના બારેક વાગ્યાની આસપાસ મેઘરાજાએ એકદમ જોર પકડી લીધું હતું. આશરે બે વાગ્યા સુધી એકધારો ચાલુ રહ્યો હતો. બપોર સુધીમાં અઢી ઈંચ પાણી પડી ગયું હતું. બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.
ત્યારબાદ રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ વિજળીના જોરદાર કડાકા- ભડાકાની સાથે એકદમ તૂટી પડયો હતો. વિજળીના કડાકાથી ભરઉંઘમાં સૂતેલા લોકો જાગી ગયા હતા. લગભગ આખી રાત વરસાદનું જોર રહ્યું હતું. આજે વ્હેલી સવારે ૭ વાગ્યાથી ફરી મેઘરાજાએ જમાવટ બોલાવવાનું ચાલુ કરી દીધું હતું. આ લખાય છે ત્યારે પણ વરસાદ ચાલુ છે. ગઈકાલથી એકધારા વરસાદના પગલે શહેરના માર્ગો ઉપર ચોતરફ પાણીની નદીઓ વહી રહી છે. રસ્તાઓ ઉપરથી પાણી વહી રહ્યા છે. તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.વ્હેલી સવારે સ્કૂલે અને ઓફિસ, દુકાને જનારાઓને વરસાદના લીધે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તો પાણી ભરાવાના કારણે અનેક લોકોના વાહનો પણ બંધ થઈ ગયા હતા.આ લખાય છે ત્યારે બપોરે ૨ વાગ્યે એટલે કે છેલ્લા ૩૦ કલાકમાં એટલે કે ગઇકાલ સવારના ૮ થી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં સમગ્ર શહેર ઉપર ૧૮ ઇંચ પાણી પડી ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.