અમદાવાદમાં આજે 147મી રથયાત્રા : ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં આજે 147મી રથયાત્રા ભગવાન જગન્નાથજીના રથનું નામ નંદીધોષ છે. તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બહેન સુભદ્રાજીના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે. અમદાવાદના જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઈતિહાસ રથયાત્રા કરતા પણ જુનો છે.

હેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.