પઠાણી વ્યાજ વસૂલતા 1039 આરોપીની ધડપકડ, 847 ફરિયાદ સાથે 1481 આરોપીઓ સામે ગુનો દાખલ થયો

ગુજરાત
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં વ્યાજખોરી સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજયમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી આપી લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરી ગેરકાયદેસર વ્યાજે નાણા ધીરધારનો વ્યવસાય કરનાર વ્યાજખોરો વિરુધ્ધ અત્યાર સુધીમાં 847 જેટલી ફરિયાદ નોધવામાં આવી છે. જેમાં 1481 આરોપીઓ સામે પોલીસ દ્વારા ગુનો નોધવામાં આવ્યો છે જ્યારે 1039 આરોપીઓની પોલીસે ધડપકડ કરી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લોક દરબાર યોજ્યો
ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકોની પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજ્યા હતા અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી ખુબ જ સંવેદના સાથે સાંભળી ફરિયાદો આધારે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ તંત્ર દ્વારા 5 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન સમગ્ર રાજયમાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે કુલ 847 એફ.આઇ.આર દાખલ કરી 1481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યા છે. તે પૈકી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એટલુ જ નહીં, માથાભારે વ્યાજખોરો સામે ૨૭ પાસાની દરખાસ્ત કરવામાં આવી છે.

લોક દરબારમાં 14619 પોલીસ અધિકારીઓ જોડાયા
આ ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 2389 લોકદરબાર યોજવામાં આવ્યા છે.લોક દરબારમાં કુલ 14,619 પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ કુલ 1,29,488 વ્યક્તિઓ પ્રત્યક્ષ સહભાગી થયા હતા. આ ઝુંબેશમાં પોલીસ કમિશ્નરો, રેન્જ આઇજીપી, પોલીસ અધિક્ષકો, નાયબ પોલીસ અધિક્ષકો તથા તમામ રેન્કના અધિકારીઓ દ્ધારા લોકદરબારમાં હાજર રહી લોકોને વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ કરવાની હિમંત આપી તેમજ લોકદરબારના સ્થળ ઉપર વ્યાજખોરીથી પિડીત લોકોની અરજીઓ/રજુઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ દરૃપિયાતમંદને લોન અપાવવા મદદરૃપ બની
આ ઉપરાંત તમામ પોલીસ કમિશ્નર તથા પોલીસ અધિક્ષકો દ્વારા પોતાના મુખ્ય મથક ખાતે જરુરીયાતમંદ સામાન્ય નાગરિકોને લોન/ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીયકૃત બેન્કો/સહકારી બેન્કોના પ્રતિનિધીઓ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જીલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતાં અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધીઓને હાજર રાખી જીલ્લાના મુખ્યમથક ખાતે અનુકુળ જગ્યાએ જરૂરીયાતમંદ નાગરિકોને એકત્ર કરી, યોગ્ય લોન ધિરાણ અપાવવામાં સહાયતા કરવા માટે રાજયવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.