રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ 1 નું મોત, રાજકોટમાં 33 વર્ષીય યુવકને હદય હુમલો આવતા મોત

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો ભોગ, ગતરાત્રિએ અચાનક બેભાન થઈ ગયો 33 વર્ષીય યુવક, હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો. છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ગરબા રમતી વખતે, ક્રિકેટ રમતી વખતે, બેઠા-બેઠા, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયા બાદ પરિવારમાં શોક છવાયો છે. રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા 33 વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક ગઈકાલે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો છે. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું છે.

રાજ્યમાં હાર્ટ એટેકની ઘટનાઓએ જાણે રીતસરનો ઉપાડો લીધો છે. ગઈકાલે એક જ દિવસમાં હાર્ટ એટેકની ત્રણ ઘટના સામે આવી હતી. જેમાં યુવતી સહિત 2 વ્યક્તિઓના મોત થયા હતા તો એક યુવાનને બચાવી લેવાયો હતો. મહેસાણાના દેદિયાસનની આર.જે.સ્કૂલમાં શનિવારે પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આર.જે સ્કૂલમાં ઋચિકા શાહ (ઉં.વ 23) નામના શિક્ષિકા પણ કાર્યક્રમમાં ગયા હતા. સ્કૂલમાં ગરબા રમ્યા બાદ તેમની તબિયત અચાનક જ બગડી હતી. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ફરજ પર હાજર ડોક્ટરે તેમના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 23 વર્ષીય શિક્ષિકા ઋચિકા શાહના અકાળે અવસાનથી પરિવારમાં માતમ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.