સૌરાષ્ટ્રમાં માવઠું / ભરશિયાળે જામનગર, રાજકોટ અને માંગરોળમાં ધીમી ધારે વરસાદ, જીરૂ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન

ગુજરાત
ગુજરાત

રાજકોટ
      રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સોમવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટમાં છાંટા પડ્યા હતા. તો જામનગર, પડધરી, દ્વારાકા, દ્વારકા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા જગતનો તાત ફરી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ જીરૂ, ચણા, ઘઉં અને ડુંગળીનો પાક વાવેલો હોય નુકસાન પહોંચતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ભરશિયાળે વરસાદ પડતા વાતાવરણમાં વધુ ઠંડી જોવા મળી રહી છે.
     જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસસ્ટેન્ડ, ટાવરચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે.
       અગાઉ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનો પાક કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયો હતો. આથી ખેડૂતોને ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળીના પાક સારી રીતે તૈયાર થશે તેવી આશા હતી. પરંતુ આજે વરસાદ પડતા તેને પણ નુકસાન થયું છે.
        ગીરસોમનાથ અને વેરાવળ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. તાલાલામાં કમોસમી વરસાદના ઝાપટા પડતા કેરીના પાકને નુકસાન થવાની શક્યતા છએ. ધોરાજીમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે
        અમરેલીના બગસરામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. અહીં ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ રાજુલા અને સાવરકુંડલા હાઇવે પર ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જતા વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.