સુરતમાં કોરોના સામેના ફર્સ્ટ વોરીયર્સ એવા પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડ જવાનોનું મેડિકલ પરીક્ષણ

KyI6jYa2eKs
ગુજરાત

અઠવાલાઇન્સ વિસ્તારની ટ્રસ્ટ સંચાલિત એક હોસ્પિટલ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમ બનાવી રસ્તા પર ફરજ બજાવતા જવાનોનું સ્થળ પર જઇ પરીક્ષણ શરૂ
 

 

 સુરત 

 

કોરોના વાઈરસ સામેના જંગમાં લોક્ડાઉનના અમલ માટે ફર્સ્ટ વોરીયર્સ એવા શહેર પોલીસના જવાનો, ટીઆરબી અને હોમગાર્ડ જવાનો સંક્રમિત ન થાય તે માટે શહેરની એક હોસ્પિટલ દ્વારા ત્રણ અલગ-અલગ ટીમ બનાવી મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે.
 
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાયરસના સંક્રમણને બચાવવા માટે પ્રથમ જનતા કર્ફયુ અને ત્યાર બાદ ૨૧ દિવસનું લોક્ડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
 
વાઈરસના સક્રમણને અટકાવવા માટે હાલમાં ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફ તથા પોલીસ જવાનો, ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ) અને હોમગાર્ડના જવાનો ફર્સ્ટ વોરીયર્સ સાબિત થઇ રહ્યા છે. તેમાં પણ લોક્ડાઉનના ક્ડક અમલ માટે પોલીસ જવાનો, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો સતત ૧૦ દિવસથી ખડેપગે ગરમીમાં પણ બોર્ડરના જવાનોની જેમ પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વગર ફરજ બજાવી રહ્યા છે અને કામ વગર ઘરની બહાર નીકળનારને સાવચેતીના ભાગ રૂપે ઘરમાં જ રહેવા માટે આહવાન કરી રહ્યા છે.
 
તેવા સંજોગોમાં પોલીસ જવાનો, ટીઆરબી અને હોમગાર્ડના જવાનો દિવસ દરમ્યાન અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોવાથી તેઓ પણ સંક્રમિત ન થાય તે હેતુથી પોતાની અને પરિવારની પરવા કર્યા વિના ફરજ બજાવી રહેલા પોલીસ જવાન, હોમગાર્ડ અને ટીઆરબી જવાનોનું મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે.
 
અઠવાલાઇન્સ વિસ્તારની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમ બનાવવામાં આવી છે. ડૉક્ટર, પેરા મેડિકલ સ્ટાફ સહિતની ત્રણ ટીમ દ્વારા શહેરભરના રસ્તા પર તહેનાત પોલીસ જવાનો, ટીઆરબી અને હોમગાર્ડનું મેડિકલ ચેકઅપ શરૂ કર્યુ છે. જેનાથી પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડ જવાનો અને તેમના પરિવારને રાહત થઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.