સરકારી બાબુઓની ચેમ્બરમાંથી એસી દૂર કરવા વિકાસ કમિશનરનો આદેશ

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ પાલનપુર
લોકશાહીમાં જાહેર સેવક ગણાતા સરકારી બાબુઓ પણ પ્રજાના પરસેવાની કમાણીથી તાગડધીન્ના કરતા હોવાની બુમરાણ મચી છે. ત્યારે સરકારી નીતિ નિયમોને નેવે મૂકી રાજ્ય ભરમાં ફરજ બજાવતા સરકારી બાબુ ઓ કે, જેમને મળવાપાત્ર સગવડો ન હોવા છતાં તેઓ એસી ચેમ્બર કે એસી વાહનનો ઉપયોગ કરતા હોય છે. 
જે અતિ ગંભીર બાબતને ધ્યાને લઈને રાજ્યના વિકાસ કમિશનર દ્વારા સરકારી બાબુઓના ચેમ્બરમાં લાગેલા એસી દૂર કરી તેનો ખર્ચ જે-તે અધિકારીઓ પાસેથી વસુલ કરવાનો આદેશ કરાતા સરકારી બાબુઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
તાજેતરમાં સરકારના ધ્યાન પર આવેલ છે કે, સરકારના વર્ગ-૧ અને ૨ના અધિકારીઓ કે જેમને નીતિ નિયમોનુસાર મળતી ન હોય તેવી સગવડ પણ કચેરીમાં ઉપલબ્ધ કરાવે છે. જેમાં સરકારી બાબુઓ મુખ્યત્વે એસી ચેમ્બર અને એસી વાહનનો ઉપયોગ કરતા હોય છે. જોકે, વિવાદ ઉભો ન થાય તે માટે અધિકારીઓ આવી સગવડો સ્વખર્ચે કરાવે છે. પરંતુ તેના કારણે વધારાનું વીજળી બિલ અને પેટ્રોલ-ડીઝલનો ખર્ચ સરકારના માથે આવે છે. 
જોકે, જે-તે  સરકારી અધિકારી જે સગવડો મળવાપાત્ર ન હોય તે સગવડતાઓ ભોગવી શકે નહીં. આથી વિકાસ કમિશનરે તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચના આપી છે કે, આગામી ૧૫ દિવસમાં તેમના જિલ્લા પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર કે સરકારી વાહનમાં એસી ફીટ કરાવેલ હોય તો તાત્કાલિક દૂર કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ સગવડો સરકારી ખર્ચે નાખવામાં આવી હોય તો આવા વ્યર્થ ખર્ચ માટે  સંબંધિત અધિકારી પાસેથી નાણાં વસૂલ કરવાનો આદેશ કરાયો છે.   
વગર ભરચક વિસ્તાર મા પણ આરામથી ગત રાત્રે જલારામ સોસાયટીમાં આવી પાંચ જેટલા મકાનના તાળા તોડી ઘરમાં પડેલ માલ સમાન વેરવિખેર કરી રોકડ રકમ સાથે વિવિધ ચીજવસ્તુઓની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા છે. પાંચ જેટલા ઘરમાં ચોરી થઈ એ તમામ ઘર માલિકો રવિવાર હોવાથી બહાર ગામ ગયા હતા.જેથી પહેલા દિવસ દરમિયાન રેકી કરી ઘરની બહાર લટકેલુ બંધ તાળું જોઈ મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશ કરી ચોરી કરી છે. જ્યાં કોઇ કિંમતી વસ્તુ હાથે નથી લાગી એ ઘરનો માલ સમાન પણ વેરવિખેર કર્યો છે.સાથે પથ્થર પણ મળી આવ્યા છે. કોઇ હુમલો કરે તો પોતાના બચાવ માટે પથ્થર પણ તસ્કરો સાથે લઈ આવ્યા હતા. હાલ તો જલારામ નગરના રહીશો એ ધાનેરા પોલીસ મથકે ચોરી થયા હોવાની ફરિયાદ આપી છે. જો કે રહેણાંક વિસ્તારના રહીશો ને જાગૃત રહેવા માટે આ ઘટના ગંભીરતા દાખવી રહી છે. સાથે ફેરિયા કે અજાણ્યા વ્યક્તિ પર પણ નજર રાખવી ખૂબ જરૂરી છે.બહાર ગયેલ મકાન માલિકો ઘરે પરત આવ્યા પછી ચોરી થયાની વિગત મેળવી રહ્યા છે. જયારે પટેલ જયંતીભાઈના મકાનમાંથી ૨૦ રોકડ સહિત ચાંદીના સિકકા ચોરાયા હોવાનું મકાન મલિક જણાવી રહયા છે.
 
                                                                                                                                                                                               અહેવાલ : સંજય જોષી 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.