વિસનગરમાં છેડતી બાદ રસ્તો રોક્યો, યુવતિએ નોંધાવી પોલીસ ફરીયાદ

ગુજરાત
ગુજરાત

વિસનગરની કોલેજમાં છેડતી બાદ વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ ગયો છે. ભારે હોબાળા દરમ્યાન વિદ્યાર્થીઓ કોલેજ નજીક રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં ખાસ કરીને કોલેજની યુવતિઓ રસ્તા પર બેસી જઇ ચક્કાજામ કરવાની કોશિષ કરી હતી. ભારે સમજાવટને અંતે વિદ્યાર્થીઓનો કાફલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં આરોપી પટાવાળો મયુર મજમુદાર વિરૂધ્ધ યુવતિએ છેડતીની પોલીસ ફરીયાદ દાખલ કરાવી છે.
 
મહેસાણા જીલ્લાના વિસનગર શહેરમાં આવેલી સી.એન.કોલેજમાં છેડતીની ઘટના બાદ વિદ્યાર્થીનીઓએ રસ્તા પર આવી ચક્કાજામ કર્યો હતો. આ પછી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિસનગર શહેર પોલીસ મથકે પહોંચી ગયા હતા. જ્યાં છેડતીનો ભોગ બનનાર યુવતિએ આરોપી મયુર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી. કોલેજમાં છેડતીની ઘટનાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ એફઆરઆઇમાં પરિવર્તિત થઇ ગયા બાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો માંડ શાંત થયો હતો.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોલેજના વિદ્યાર્થીઓએ ઘટના બાદ આરોપી પટાવાળા વિરૂધ્ધ અનેક સંગીન આક્ષેપો કર્યા છે. પટાવાળાની ચાલ-ચલગતને લઇ ગંભીર સવાલો ઉભા કરતા શહેર સહિત સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓ ભોગ બનનાર યુવતિ સાથે મદદમાં આવી જતાં આરોપી પટાવાળો પલાયન થઇ ગયો હતો. ઘટનાને પગલે કોલેજ સંચાલકોએ પણ પટાવાળા વિરૂધ્ધ કાયદેસરની કવાયત હાથ ધરી હતી.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.