વિસનગરઃ યુવતિની છેડતી બાદ હોબાળો, પોલીસ કોલેજ પહોંચી

ગુજરાત
ગુજરાત

વિસનગરની સી.એન કોલેજમાં શનિવારે અચાનક હોબાળો મચી જતાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને પોલીસના દ્રશ્યો સામે આવ્યા છે. કોલેજીયન યુવતિની પટાવાળાએ છેડતી કર્યાની ઘટના બની છે. ઘટનાને પગલે ભારે હોબાળો મચી જતાં પોલીસે સમગ્ર વિગતો મેળવવા કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન વિદ્યાર્થીઓનો ગુસ્સો કોલેજના પટાવાળા વિરૂધ્ધ વધી ગયો હતો. સરેરાશ ૪૫ વર્ષીય પટાવાળાએ છેડતી કર્યા બાદ વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે.
 
મહેસાણા જીલ્લાના વિસનગર શહેરમાં આવેલી સી.એન. કોલેજમાં અચાનક વિદ્યાર્થીઓનો રોષ ઉભો થયો હતો. કોલેજમાં શિક્ષણકાર્ય દરમ્યાન મયુર નામના પટાવાળાએ યુવતિની છેડતી કર્યાની ઘટનાથી ચકચાર મચી છે. કોલેજમાં જ અભ્યાસ કરતી યુવતિ સાથે પટાવાળાએ અયોગ્ય વર્તન કર્યાનું સામે આવતાં જ ગણતરીની મિનીટોમાં તમામ વિદ્યાર્થીઓએ ભેગા થઇ હોબાળો મચાવી દીધો હતો. કોલેજ સત્તાવાળાઓ કાંઇ કરે તે દરમ્યાન પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોલેજ કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ દરમ્યાન કોલેજીયન યુવતિ પાસેથી પોલીસે વિગતો મેળવવા કવાયત હાથ ધરી હતી. છેડતીની ઘટના સીસીટીવીમાં કેદ હોવાનો દાવો કરતા આરોપી પટાવાળા સામે ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. ઘટનાને પગલે કોલેજ સંચાલકોનો પટાવાળા મયુર પ્રત્યે ભારે રોષ વધી જતાં નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.