વધુ ચાર નવા કેસ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ ૧૭૯ થયા, ૨૪ કલાકમાં ૯૩૨ ટેસ્ટ કરાયા જેમાંથી ૬૮૭ નેગેટિવ, ૧૪ પોઝિટિવઃ જયંતિ રવિ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં કુલ ૧૭૯ પોઝિટિવ કેસ અત્યારસુધી નોંધાયા છે. જ્યારે જામનગરમાં ૧૪ માસના બાળકનું કોરોનાથી મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યાંક ૧૬એ પહોંચ્યો છે.  કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં ૪ પોઝિટિવ કેસ આવ્યા છે. જેમા ભાવનગરમાં બે, સુરત અને વડોદરામાં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે દર્દીઓના મોત નીપજ્યાં છે. કુલ ૧૭૯ પોઝિટિવ કેસ છે. જેમાંથી ૧૩૮ એક્ટિવ દર્દી છે. ૧૩૬ સ્ટેબલ, ૨ વેન્ટિલેટર અને ૨૫ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૨૪ કલાકમાં ૯૩૨ ટેસ્ટ કર્યા છે, જેમાં ૧૪ પોઝિટિવ, ૬૮૭ નેગેટિવ અને ૨૩૫ પેન્ડિંગ છે. અને આજે પણ આ રીતે પણ ટેસ્ટ કરવામાં આવશે. ૧૭૯ પોઝિટિવ કેસમાંથી ૩૩ વિદેશ, ૩૨ આંતરરાજ્ય અને ૧૧૪ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યાં છે ત્યારે આવા કેસો વધે નહીં એ માટે હોટસ્પોટ વિસ્તારનો સંપૂર્ણ સીલ કરી દેવાયા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.