માણેકબાગ પાસે કાર શીખતાં યુવકે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દેતાં કાર દીવાલ તોડી અધવચ્ચે ફસાઈ ગઈ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: માણેકબાગ ચીમનભાઇ પટેલના બંગલા પાસેના ગ્રાઉન્ડમાં ગુરુવારે સાંજે એક યુવાન કાર શીખી રહ્યો હતો. યુવકે બ્રેકની જગ્યાએ ભૂલથી એક્સિલરેટર દબાવી દેતાં કાર ગ્રાઉન્ડમાં પૂર ઝડપે દોડી હતી. યુવકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ ક્રોસ કરી સામેની દીવાલ સાથે અથડાઇ હતી. કારની સ્પીડ એટલી બધી હતી કે તે દીવાલ તોડીને અડધી અંદર ઘૂસી ગઇ હતી. જ્યારે કારનો અડધો ભાગ બહાર લટકતો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં કારચાલક યુવક કે અન્ય કોઇને કોઇપણ પ્રકારની ઈજા થઇ ન હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.