ભાવનગરના દારૂડિયા PIએ અમદાવાદમાં મચાવી ધમાલ, પોલીસને જ જાનથી મારી નાખવાની આપી ધમકી

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં દારૂબંધીનો માત્ર કહેવાતો નિયમ છે, બાકી દારૂ તો ગુજરાતમાં વટથી પીવાય છે. તેનાં કેટકેટલાં પુરાવા આપવા. પણ સરકારને આ વાતથી કાંઈક અલગ જ દેખાઈ છે, અને બીજા રાજ્યના મુખ્યમંત્રી જ્યારે ગુજરાતમાં દારૂબંધી અંગે સવાલ કરે તો રૂપાણી સાહેબ ગુસ્સે થઈ જાય છે. અને દારૂબંધીના કાયદાના પાલન જેના શિરે છે તે જ પોલીસવાળા દારૂબંધીના લીરેલીરા ઉડાડતાં જોવા મળે છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બહાર આવ્યો છે. જાણો શું છે સમગ્ર કિસ્સોપ
 
પોલીસ કંટ્રોલ રૂમને મોડીરાત્રે મેસેજ મળ્યો હતો કે, એસપી રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે એક શખ્સ દારૂ પીધેલો છે અને ગાળાગાળી કરે છે. જેથી સોલા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ડી.એચ. ગઢવી ત્યાં પહોંચ્યા હતા. દારૂ પીધેલા શખ્સે પોતાની ઓળખ પીએસઆઈ તરીકે આપતા તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તેની પૂછપરછ કરતા પોતે દારૂ પીધેલી હાલતમાં જણાવ્યું હતું કે, એમ.એચ. યાદવ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવું છું. પોતે હાલ રજા પર છે અને ગાંધીનગર સરગાસણ પાસે સ્વાગત ફ્લેમિંગોમાં રહે છે.
 
અમદાવાદ પોલીસે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ એચ યાદવ એસપી રિંગ રોડ ભાડજ સર્કલ પાસે દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. જે બાદ પીઆઈને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવતા યાદવે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈને જોઈ લેવાની ધમકી આપી હતી. યાદવે પોતાની ખાખીનો રોફ જમાવી ‘તમે મને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છો, બધાને જોઈ લઈશ’તેવી ધમકી આપી હતી. તેણે એક કલાક પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. અને તેમણે પોલીસ સ્ટેશનમાં પડેલું લેપટોપ પણ તોડી નાખ્યું હતું.
 
યાદવને મેડિકલ તપાસ માટે લઈ જતા ઉશ્કેરાઈ ગયા હતા અને ‘મારી ઉપર કેસ કેમ કર્યો’તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઈનવે સ્કવોડમાં ઉશ્કેરાઈ જઈ લેપટોપની તોડફોડ કરી હતી. આ દરમિયાન પીઆઈ સહિત સ્ટાફના પોલીસકર્મીઓ દોડી આવ્યા હતા. તેમને સમજાવતા વધુ ઉશ્કેરાઈ ગયા હતા. તમે કઈ રીતે નોકરી કરો છો તે હું જોઈ લઈશ‘ જાડેજા તને તો હું જાનથી મારી નાખીશ’ તેમજ ‘ક્યાં ગયો રાણા તને તો હું છોડીશ નહીં’પીઆઈ ગઢવીને તું મને પોલીસ સ્ટેશન લઈ આવ્યો છે તને પણ હું છોડીશ નહીં’ તેમ કહીં અધિકારીઓને ધમકી આપી હતી. સોલા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.