દાહોદ: સરકારી સ્કૂલનો શિક્ષક બુટલેગર બન્યો, ઘર અને ખેતરમાં દાટેલા ૨ લાખના વિદેશી દારૂ-બીયર સાથે શિક્ષકની ધરપકડ

ગુજરાત
ગુજરાત

દાહોદઃ દાહોદ જિલ્લામાં શિક્ષક બુટલેગર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકના ઘર અને ખેતરમાંથી બે લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. હોળીના તહેવારને લઇને દારૂ અને બીયરનો જથ્થો શિક્ષકે ઘરમાં અને ખેતરમાં જમીનમાં દાટી દીધો હતો. સુખસર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે બાતમીને આધારે રેડ કરતા શિક્ષકના ઘરમાંથી દારૂ મળ્યોસુખસર પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામના જાબુડી ફળીયામાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક સડીયાભાઇ ઉર્ફે સરદારભાઇ હકલાભાઇ બામણીયાના ઘરમાં અને ખેતરમાં હોળીને પગલે દારૂ છુપાવવામાં આવેલો છે. જેથી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરની સૂચનાથી ઝાલોદ ડીવાયએસપી જાદવના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ એસ.એન.બારીયા તથા સ્ટાફના એ.એસ.આઇ શંકરભાઇ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પલાસ અને મનોજભાઈ જીતુભાઈ સહિત સ્ટાફે રેડ પાડીને શિક્ષકના ઘરમાં અને ખેતરમાં દાટેલો 2.04 લાખની કિંમતનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.