ખંભાતમાં અશાંત ધારો અમલી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે પણ અજંપાભરી શાંતિ છવાયેલી રહી હતી. ખંભાતમાં વણસેલી પરિસ્થિતીને પગલે મુખ્યમંત્રીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.  ખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં અશાંતધારો લાગુ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. આનો સીધો મતલબ એ થયો કે, ખંભાતમાં હવેથી કોઈ પણ મકાનની લે-વેચ કરતાં પહેલાં જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. આરએએફ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને ૪૭ તોફાનીની ધરપકડ કરાઈ છે. બદલાયેલી ડેમોગ્રાફિક સ્થિતિને લીધે ખંભાતમાં અશાંત ધારાની માગ હતી એમ પણ પ્રદીપસિંહે ઉમેર્યું હતુ. ખંભાતની અંદર વણસેલી પરિસ્થિતિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી હોવાનું જણાવી પ્રદીપસિંહે ઉમેર્યું હતું કે, ખંભાત શહેર અને જિલ્લાની મોટાભાગની પોલીસ એસસીબી,એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે. રેન્જ આઈ.જી એ.કે જાડેજા અને હંગામી એસપી દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત આરએએફ અને એસઆરપીની ટુકડીઓ પણ ફૂટપેટ્રોલિંગ કરી રહી છે. જો કે, ખંભાતમાં ડેમોગ્રાફિક સ્થિતિ બદલાવાને કારણે અશાંતધારો લાગુ કરવાની ઘણા સમયથી માગણી હતી. અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. આએએફ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ૪૭ જેટલા તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે. પથ્થરમારો અને આગચંપી કરનાર તોફાની તત્વોને છોડવામાં નહી આવે. ખંભાતમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવી રહ્યા છે અને તેમા વસ્તીવિષયક ફેરફાર જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, ખંભાતની અંદર વણસેલી પરિસ્થિની રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. ખંભાત શહેર અને જિલ્લાની મોટાભાગની પોલીસ એસસીબી,એસઓજી સહિતનો પોલીસ કાફલો ખંભાતમાં ખડકી દેવાયો છે. રેન્જ આઈ.જી એ.કે જાડેજા અને હંગામી એસપી દ્વારા શહેરમાં સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત આરએએફ અને એસઆરપીની ટુકડીઓ પણ ફૂટપેટ્રોલિંગ કરી રહી છે. આજે હિન્દુ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગવારા ટાવર પાસે મોટી સંખ્યામાં ટોળાઓ એકત્ર થયા હતા. અને હિન્દુ સમુદાયના વિવિધ સંગઠનોના કાર્યકરો દ્વારા એકત્ર થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા. અને ત્યારબાદ રેલી આવેદનપત્ર આપવા માટે નીકળી હતી. ત્યારે રેલીમાં જાડાયેલા તોફાની તત્વો પોલીસની હાજરીમાં બેફામ બન્યા હતા અને પથ્થરમારો શરુ કરી દીધો હતો. તેમજ પથ્થરમારા બાદ એક મકાનને આગ ચાંપી હતી. હાલ તો, ખંભાતમાં ભારેલા અગ્ન જેવી સ્થતિ વચ્ચે રેપીડએક્શન ફોર્સ અને એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલીંગ સઘન કરી દીધું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.